અંકલેશ્વર : ભગવાન જગન્નાથ,બહેન શુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળતા ભક્તો બન્યા ભાવુક

અંકલેશ્વર શહેરની  હરિદર્શન સોસાયટી ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરથી  ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી.પહિંદવિધિ થયા બાદ ભગવાન રથમાં બિરાજીને ભક્તોના દ્વારે પહોંચ્યા હતા.

New Update
  • અષાઢી બીજનો પાવન અવસર

  • ભગવાનની નગરચર્યામાં ભક્તો બન્યા ભાવુક

  • જય રણછોડ માખણ ચોરનો ગુંજ્યો જયઘોષ

  • જગતના નાથ સ્વયં ભક્તોના દ્વારે પહોંચ્યા

  • પોલીસના લોખંડી સુરક્ષા કવચ સાથે રથયાત્રાનું આયોજન

અંકલેશ્વર શહેરની  હરિદર્શન સોસાયટી ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરથી  ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી.પહિંદવિધિ થયા બાદ ભગવાન રથમાં બિરાજીને ભક્તોના દ્વારે પહોંચ્યા હતા.

અંકલેશ્વર શહેરની હરિદર્શન સોસાયટી ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરથી જગતના નાથ જગન્નાથ,બહેન શુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા છે.વહેલી સવારે ભગવાન જગન્નાથનાં મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો બાદ ભગવાન જગન્નાથબહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથમાં બિરાજીત થયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત,રામકુંડના મહંત ગંગાદાસ બાપુ,સ્થાનિક અગ્રણીઓ અને સંતો-ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અષાઢી બીજના પાવન અવસરે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જય જગન્નાથનાં જયઘોષ સાથે રથયાત્રા શરૂ થઈ હતી. જે દીવા રોડજલારામ મંદિરભરૂચીનાકા થઇને ચૌટા નાકાચૌટા બજાર થઇ મુખ્ય બજારો અને શહેરોના અન્ય માર્ગો પર ફરી મોડી સાંજે નીજ મંદિરમાં પરત ફરશે.રથયાત્રાને લઇને પોલીસતંત્ર દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.

શ્રદ્ધાળુઓએ રથયાત્રામાં અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો.અને ભગવાન સ્વયં ભક્તોનાં દ્વારે દર્શન આપતા ભક્તો ભાવવિભોર બન્યા હતા.તેમજ મગ,જાંબુનો પ્રસાદ આરોગીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

Read the Next Article

અંકલેશ્વર: તાલુકા પોલીસે ચોરીના મોબાઈલ વેચવા જતા 2 આરોપીઓની કરી ધરપકડ

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને બાતમી વાળા બંને ઇસમોને પકડી તેઓની તપાસ કરતા બંને ઈસમો પાસેથી ચાર જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા..

New Update
stolen mobile phones
અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી રોડ ઉપર રાજ હોમ્સ સોસાયટી પાસેથી ચોરીના મોબાઈલ ફોન વેચાવ ફરતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મીનટુ ઉર્ફે બાંગા અને ભરત સુરેશ મંડલ જીતાલી રોડ ઉપર આવેલ રાજ હોમ્સ સોસાયટી પાસે ચોરીના મોબાઈલ ફોન વેચાણ માટે આંટા ફેરા કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને બાતમી વાળા બંને ઇસમોને પકડી તેઓની તપાસ કરતા બંને ઈસમો પાસેથી ચાર જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
જેઓને મોબાઈલ ફોન અંગેના પુરાવા માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આવતા પોલીસે મૂળ યુપી અને હાલ જીતાલીની સિલ્વર સોસાયટીમાં રહેતો મીનટુ ઉર્ફે બાંગા અને ભરત સુરેશ મંડલને ઝડપી પાડ્યો હતો.અને ચાર ફોન મળી કુલ 25 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.