અંકલેશ્વર: પ્રતિન ચોકડી નજીક મુસાફરો બેસાડવા બાબતે તકરાર, ચપ્પુથી હુમલો કરનાર રીક્ષાચાલકની ધરપકડ

અંકલેશ્વર શહેર બી પોલીસ મથક નજીક રિક્ષામાં મુસાફરો બેસાડવા બાબતે રીક્ષા ચાલક પર ચપ્પુથી હુમલો કરનાર અન્ય રીક્ષા ચાલકની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update
Ankleshwar
  • અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીકનો બનાવ

  • રીક્ષા ચાલકો વચ્ચે થઈ હતી તકરાર

  • મુસાફરો બેસાડવા બાબતે થઈ માથાકૂટ

  • ચપ્પુથી હુમલો કરનાર રીક્ષાચાલકની ધરપકડ

  • બી ડિવિઝન પોલીસે હાથ ધરી કાર્યવાહી

અંકલેશ્વર શહેર બી પોલીસ મથક નજીક રિક્ષામાં મુસાફરો બેસાડવા બાબતે રીક્ષા ચાલક પર ચપ્પુથી હુમલો કરનાર અન્ય રીક્ષા ચાલકની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે રહેતા અને રિક્ષા ચાલક મોહસીન મોહમદ શેખ  પ્રતિન ચોકડી પર જીઆઇડીસી તરફ જતા માર્ગ ડીલક્ષ પાન સેન્ટરની દુકાન સામે રિક્ષા લઈ પેસેન્જર લેવા માટે ઉભા હતા.
તે વખતે તેમની રિક્ષા બાજુમાં અશરફ પણ પોતાની રિક્ષા લઈ ઉભો હતો.આ સમયે બન્ને વચ્ચે મુસાફરો  બેસાડવાના મુદ્દે તકરાર કરી હતી થઈ હતી.આ તકરારમાં અશરફ ઉશ્કેરાઈ ગયો હતો અને મોહસીન શેખ પર ચપ્પુથી હુમલો કર્યો હતો જેમાં તે ઘાયલ થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.આ મલામાં બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી હુમલાખોર રીક્ષા ચાલાક અશરફ યુસુફ મલાડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories