New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
FDDI કોલેજ ખાતે આયોજન
જિલ્લાકક્ષાનો કલામહાકુંભ યોજાયો
ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
શાળાના વિદ્યાર્થીઓએ લીધો ભાગ
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરીત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ભરૂચ અને એફ.ડી.ડી.આઈ.કોલેજ અંકલેશ્વરના સહયોગથી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં એફ.ડી.ડી.આઈ કોલેજ ખાતે ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય થકી કલા મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ કલા મહાકુંભમાં જિલ્લાની વિવિધ શાળાઓના બાળકોએ ઉત્સાહભેર વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો.કલામહાકુંભમાં 7 તાલુકાના 2100 સ્પર્ધકોએ 37 કૃતિઓ રજૂ કરી હતી. આ કલા મહાકુંભમાં પ્રાંત અધિકારી ભવદિપસિંહ જાડેજા,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ,જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ તેમજ મામલતદાર કે. એમ. રાજપૂત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી સહિત આમંત્રિતો તેમજ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories