New Update
અંકલેશ્વરમાં આયોજન
વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું
જિલ્લાકક્ષાનો વર્કશોપ યોજાયો
તલાટીઓને અપાયું માર્ગદર્શન
સ્વચ્છતા પખવાડીયા અંગે માર્ગદર્શન અપાયું
સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત અંકલેશ્વરના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે તલાટીઓ માટે જિલ્લા કક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કલેક્ટર ગૌરાંગ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આગામી તા.૧૭/૦૯/૨૦૨૫ ના રોજ થી સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ પખવાડિયાની ઉજવણી હાથ ધરાશે જે અંતગત ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં સધન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે.આ સમગ્ર ઝુંબેશ અંગેની રૂપરેખા આપવા આજે એક કાર્યશાળાનુ આયોજન અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે કરાયુ હતુ. આ પ્રસંગે કલેકટર ગૌરાગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપ્સે , જીલ્લા નીયામક ગ્રામ વીકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પટેલ સહિત વિવિધ ગામોના તલાટી ક્મમંત્રી ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યશાળામાં જિલ્લાભરના તલાટીઓને સ્વરછતા હી સેવા પખવાડિયા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કલેકટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે ગ્રામ્ય વિસ્તારોમાં જન ભાગીદારીથી સ્વચ્છતા અભિયાનને કઈ રીતે વધુ અસરકારક બનાવી શકાય તે અંગેનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
Latest Stories