/connect-gujarat/media/media_files/2025/03/23/DeJzrtRZo9mCUXM1LHcX.jpeg)
ભરૂચ પોલીસ કાયદાને બાનમાં લેનારાઓ સામે કડક હાથે કામ લઇ રહી છે
તેમ છતાં હજુ રીલ બનાવાની ઘેલછામાં અન્યના જીવ જોખમમાં મુકનારા તત્વોની હરક્તોમાં ઘટાડો આવતો નથી. અંકલેશ્વરમાં તલવારથી કેક કાપવાની ઘટના બાદ યુવાન સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી બાદ વધુ એક રીલની ઘટના સામે આવી છે.
અંકલેશ્વરમાં જાહેર રસ્તા પર શહેરના ચૌટાનકાથી ભરુચીનાકા વચ્ચેના માર્ગ પર બાઈક અને કાર સ્ટંટ કરી ટ્રાફિકમાં અડચણ ઉભી કરવા સાથે અન્ય વાહન ચાલકો માટે જોખમ ઉભુ કરનાર 10 લોકો સામે કાર્યવાહી કરાઈ છે .ઉલ્લેખનીય છે કે કાયદાની ઍસીતૅસી કરનારા 3 સગીર બાળકો હતા પોલીસે આ બાઈક સવારો પૈકી 7 યુવાનોની અટકાયત કરી તેમની શાન ઠેકાણે લાવી હતી.