અંકલેશ્વર: બુરહાની સ્પોર્ટ્સ ક્લબ ખાતે એકતા કપ ક્રિકેટ પ્રીમિયર લીગ-5નો પ્રારંભ

અંકલેશ્વર શહેર અને તાલુકાના તમામ સમાજના યુવાનોમાં કોમી એકતા જળવાઈ રહે તે માટે કલ્પેશ પટેલ,કાર્તિક કોળી અને અશરફ દિવાન દ્વારા છેલ્લા ચાર વર્ષથી એકતા કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • બુરહાની સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજન

  • એકતા કપ ક્રિકેટ પ્રીમિયર લીગનો પ્રારંભ કરાયો

  • અંકલેશ્વરની વિવિધ ટીમોએ લીધો ભાગ

  • આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

Advertisment
અંકલેશ્વર એકતા કપ પ્રીમિયર લીગ સિઝન-5નો બુરહાની સ્પોર્ટ્સ ક્લબ ખાતે પ્રારંભ કરાયો અંકલેશ્વર શહેર અને તાલુકાના તમામ સમાજના યુવાનોમાં કોમી એકતા જળવાઈ રહે તે માટે કલ્પેશ પટેલ,કાર્તિક કોળી અને અશરફ દિવાન દ્વારા છેલ્લા ચાર વર્ષથી એકતા કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ચાલુ વર્ષે નીરવ મેમોરિયલ ટ્રસ્ટ અને માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર એકતા કપ-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે.
બુરહાની સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભરૂચ જીલ્લા ક્રિકેટ એસોસીએશનના ઈસ્માઈલ મતાદર સહિતના મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.જયારે ખેલાડીઓએ રાષ્ટ્ર ગીતના ગાન સાથે ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.આ અંકલેશ્વર એકતા કપ પ્રીમિયર લીગ સિઝન-5માં આમંત્રિતો તેમજ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories