New Update
અંકલેશ્વરમાં પુરના પાણીએ સર્જી તારાજી
કાંઠા વિસ્તારોમાં પુરના પાણીથી નુકશાન
નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા
શાકભાજીના પાકને વ્યાપક નુકશાન
વળતર જાહેર કરવા ખેડૂતોની માંગ
અંકલેશ્વરમાં બે વર્ષ બાદ ફરીથી નર્મદા નદીમાં આવેલાં પૂરના પાણીથી તારાજી જોવા મળી રહી છે.ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં પુરના પાણી ફરી વળતા શાકભાજીના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે.
અંકલેશ્વરમાં બેવડા માર વચ્ચે વરસાદી પાણી નિકાલ અટકવા સાથે નર્મદાના નીર કાંઠા વિસ્તારના 14 ગામમાં ફરી વળ્યા હતા. ખાસ કરી જુના માંડવા બુઝર્ગ થી લઈ ગોલ્ડનબ્રિજ સુધીના પટમાં આવેલ 5થી વધુ ગામોની સીમમાં નર્મદાના પાણી પ્રવેશ્યા હતા જે ખેતરમાં ઉભા પાક પર ફરી વાળવા સાથે ઉભા પાકનો દાટ વાળ્યો હતો.
ધરતીપુત્ર ખેતરમાં પાણી ભરાવો થઈ જતા જઈ શક્તા નથી તેમજ બચેલો ઉભો પાક બચાવી શકે એમ નથી. અંકલેશ્વરના કાંસીયા, માંડવા, છાપરા, અંદાડા, ગડખોલ, નૌગામા સહીત નર્મદા કાંઠાના ગામોમાં ખેતરોમાં નર્મદાના નીર ફરી વળ્યા હતા.સૌથી વધુ શાકભાજીનો પાક અપાતા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ખેડૂતોને એક લાખ થી લઈ 5 થી 7 લાખ સુધીના નુકશાનનો અંદાજ છે.
Latest Stories