અંકલેશ્વર : ગડખોલ CHC કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજન કેમ્પ યોજાયો, અદ્યતન ઓપરેશન થીયેટરનું ઉદ્ઘાટન કરાયું...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અદ્યતન ઓપરેશન થીયેટરના ઉદ્ઘાટન સહિત જનસંખ્યા સ્થિળતા પખવાડિયા અંતર્ગત કુટુંબ નિયોજન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અદ્યતન ઓપરેશન થીયેટરના ઉદ્ઘાટન સહિત જનસંખ્યા સ્થિળતા પખવાડિયા અંતર્ગત કુટુંબ નિયોજન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ભાગરૂપે જનસંખ્યા સ્થિળતા પખવાડિયા અંતર્ગત ભરૂચ જિલ્લા આરોગ્ય અને તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ત્રી/પુરુષ નસબંધી ઓપરેશન માટેના અદ્યતન ઓપરેશન થીયેટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાથે જ કુટુંબ નિયોજન કેમ્પમાં 24 જેટલી લાભાર્થી મહિલાઓએ ઓપરેશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતુંઅને આ ઓપરેશન સ્ત્રી રોગ ના નિષ્ણાત તબીબ દ્વારા કરવામાં આવશેતેમજ દર મહિનાના બીજા અને ચોથા શુક્રવારના રોજ કુટુંબ નિયોજનના ઓપરેશન કરવામાં આવશે.

સરકાર દ્વારા સ્ત્રી વ્યંધીકરણ ઓપરેશન બદલ લાભાર્થી મહિલાને રૂ. 1400 પ્રોત્સાહન રકમ તરીકે તેમના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એસ.દુલેરાજિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ચેરમેન અનિલ વસાવાઅધીક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મુનીરા શુક્લાઅંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડો. સુશાંત કઠોરવાલા તેમજ ગામના સરપંચ મંજુલા પટેલની અધ્યક્ષતા હેઠળ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

#Bharuch #Gujarat #CGNews #Gadkhol
Here are a few more articles:
Read the Next Article