New Update
અંકલેશ્વરના અડોલ ગામે એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદનનો વિવાદ
સતત બીજા દિવસે ખેડૂત પરિવારે એક્સપ્રેસ હાઇવેની કામગીરી અટકાવી
પોલીસે ખેડૂત પરિવારના 4 લોકોની કરી અટકાયત
જમીનની માપણીમાં સરકાર તરફે ભૂલ હોવાના આક્ષેપ
પરિવારની કોર્ટ રાહે લડત લડવાની ચીમકી
અંકલેશ્વર તાલુકાના અડોલગામની સીમમાં આવેલ એક જમીનના ખેડૂતે પોતાની સંપાદિત થયેલ જમીનની ખોટી માપણી થઇ હોવાના આક્ષેપ સાથે સતત બીજા દિવસે પણ કામગીરી અટકાવવાનો પ્રયાસ કરતા પોલીસે પરિવારના 4 લોકો સામે અટકાયતી પગલા લીધા હતા
અંકલેશ્વર પંથકમાં નિર્માણ પામી રહેલ એક્સપ્રેસ વે માટે સંપાદિત ખેડૂતોની જમીનો માટે હજુય સરકાર દ્વારા નાણાં ચૂકવાયા નથી તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અંકલેશ્વર તાલુકાના અડોલ ગામના ખેડૂત કાલિદાસ જેસંગ પટેલના પરિવારજનોએ એક્સપ્રેસ વે માટે થતા માટી પુરાણ કામને ગતરોજ અટકાવી દીધુ હતુ.
ખેડૂત પરિવારજનોના મતે તેમની જમીનનો કેટલોક ભાગની માપણીમાં સરકાર તરફે ભુલ કરાયી છે જેને પગલે તેમને સંપાદિત જમીનમાં ઓછો એવોર્ડ જાહેર થયો છે તે ક્ષત્તિ દુર કરી યોગ્ય નુકશાની વળતર ચૂકવાય તેવી માંગ કરી હતી ત્યારે તંત્ર દ્વારા તેઓની માંગ અંગે આશ્વાસન આપવામાં આવ્યું હતું.
પરંતુ આજે સવારે માટી પુરાણની કામગીરી શરૂ થતા પરિવારજનોએ ફરી કામગીરીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો જેના પગલે પોલીસે ખેડૂત પરિવારના 4 લોકોની અટકાયત કરી હતી. આ અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓની માંગ ન સંતોષતાએ હવે તેઓ કોર્ટમાં જશે અને કાયદાકીય રાહે પગલા લેશે.