New Update
/connect-gujarat/media/media_files/2025/02/20/ShKsmXfknPhZiE1DE4KF.jpg)
અંકલેશ્વરમાં આવેલ હોટલ ફેલીસીટામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.લગભગ બે કલાકની જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે આવેલ હોટલ ફેલીસીટામાં આજરોજ સાંજના સમયે એકાએક આગ ભભૂકી ઉઠી હતી આગને પગલે હોટલ સંચાલકે ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા બે જેટલા ફાયર ટેન્ડરો સાથે લાશ્કરો સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ બુજાવી હતી.
આગની ઘટનાને પગલે કોમ્પલેક્ષમાં આવેલ બે હોસ્પિટલોના તબીબો અને દર્દીઓના જીવ અધ્ધર થઇ ગયા હતા જો કે ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે હોટલના રસોડાના ભાગે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.તેવામાં તંત્ર દ્વારા ફાયર સેફટીની સુવિધા અંગેની પણ ચકાસણી કરે તેવી લોક માંગ ઉઠી છે.