અંકલેશ્વર: સુરતી ભાગોળ વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ, ફાયર વિભાગે કાબુ મેળવ્યો

અંકલેશ્વર શહેરમાં આવેલ સુરતી ભાગોળ વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર વિભાગે ઘટના સ્થળે આવી

New Update
Screenshot_2025-03-11-08-01-43-38_92460851df6f172a4592fca41cc2d2e6
અંકલેશ્વર શહેરમાં આવેલ સુરતી ભાગોળ વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર વિભાગે ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો.
Advertisment
અંકલેશ્વરમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગવાની ઘટનામાં આઠથી દસ ઝુપડાઓ બળીને ખાક થઈ જવાની ઘટના બાદ હવે વીજ ટ્રાન્સફોર્મરમાં આગની ઘટના સામે આવી છે. અંકલેશ્વર શહેરમાં આવેલ સુરતી ભાગોળ વિસ્તારમાં વહેલી સવારે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી જેના કારણે વીજ પુરવઠો ખવાયો હતો. આ અંગેની જાણ કરાતા જ અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી
Advertisment
Latest Stories