અંકલેશ્વર: 31stએ જ રૂ.24.50 લાખના વિદેશી દારૂનો કરાયો નાશ, 14 હજાર બોટલ પર ફેરવાયું બુલડોઝર

પ્રાંત અધિકારી તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં રૂપિયા ૨૪.૫૦ લાખની કિંમતની ૧૪ હજારથી વધુની વિદેશી દારૂની બોટલ પર બુલ્ડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો

New Update
  • અંકલેશ્વરમાં પોલીસની કાર્યવાહી

  • વિદેશી દારૂનો કરાયો નાશ

  • રૂ.24.50 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો

  • 14 હજાર બોટલ પર બુલ્ડોઝર ફેરવાયું

  • ઉચ્ચ પોલીસ અધિકારીઓ રહ્યા હાજર

અંકલેશ્વર ડિવિઝનના ૩ પોલીસ મથકમાં ઝડપાયેલ ૨૪.૫૦ લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર ડિવિઝનમાં આવેલ અંકલેશ્વર બી ડિવિઝન, તાલુકા પોલીસ મથક,પાનોલી પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. રૂપિયા ૨૪.૫૦ લાખની કિંમતની ૧૪ હજારથી વધુની વિદેશી દારૂની બોટલ પર બુલ્ડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો.વિદેશી દારૂના નાશ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Latest Stories