અંકલેશ્વર: ગરબા ઇવેન્ટ્સના જુના પાસ પર CARRYMINATIનો ફોટો અને નામ લખી છેતરપિંડીનો પ્રયાસ

અંકલેશ્વરમાં અગાઉ યોજાયેલ મ્યુઝિક ઇવેન્ટના પાસ પર તારીખ અને સેલિબ્રિટીનું નામ બદલી સોશ્યલ મીડિયા પર અપલોડ કરી છેતરપીંડી કરનાર ઇસમ વિરુદ્ધ ગ્રામ્ય પોલીસમાં અરજી આપવામાં આવી છે

New Update

અંકલેશ્વરમાં ગરબા ઇવેન્ટ્સના નામે છેતરપિંડીનો પ્રયાસ

ગાર્ડનસિટીમાં યોજાયેલ જૂની ઇવેન્ટ્સના પાસ સાથે છેડછાડ

જુના પાસ પર તારીખ અને સેલિબ્રિટીનું નામ બદલાયું

ઇવેન્ટ સંચાલક દ્વારા પોલીસને જાણ કરાય 

પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરમાં અગાઉ યોજાયેલ મ્યુઝિક ઇવેન્ટના પાસ પર તારીખ અને સેલિબ્રિટીનું નામ બદલી સોશ્યલ મીડિયા પર અપલોડ કરી છેતરપીંડી કરનાર ઇસમ વિરુદ્ધ ગ્રામ્ય પોલીસમાં અરજી આપવામાં આવી છે
સુરતના માંગરોળ તાલુકાના વાંકલ ગામના મંદિર ફળિયામાં રહેતા અને શ્વેતા ઈવેન્ટ્સ મેનેજમેન્ટના પ્રોપરાઈટર સંકેતકુમાર કિરીટ પટેલ દ્વારા ગત તારીખ-૧૯મી ઓક્ટોબરના રોજ ગાર્ડન સીટી ખાતે ટ્રેડીશનલ ગરબા નાઈટ વિથ કોયલડી નામથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જે કાર્યક્રમના પાસ વહેંચવામાં આવ્યા હતા જે પાસને ખુશ પાદરીયા નામના ઇસમેં મોડીફાઈડ કરી તારીખમાં બદલાવ કરી સેલીબ્રીટી કેરીમીનાટીના ફોટો અને નામનો ઉપયોગ કરી તે પાસનો ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યો હતો જે વાયરલ મેસેજ શ્વેતા ઈવેન્ટ્સ મેનેજમેન્ટના પ્રોપરાઈટરના ધ્યાન પર આવતા તેઓએ આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ખાતે ખુશ પાદરીયા નામના ઇસમ વિરુદ્ધ છેતરપીંડી અને વિશ્વાસઘાત અંગેની અરજી આપી તેના વિરુદ્ધ એફ.આઈ.આર નોંધી તપાસ કરવા માંગ કરી છે.આ મામલે ગ્રામ્ય પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે
Read the Next Article

ભરૂચ : આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પરથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે

New Update
guj

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે. જો કોઈ વ્યક્તિને આ મૃતદેહ વિશે માહિતી હોય અથવા ઓળખ કરી શકે, તો તેમણે તાત્કાલિક આમોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.આમોદ પોલીસે જણાવ્યું કે મૃતકના સગા–સંબંધીઓ સુધી માહિતી ઝડપથી પહોંચે તે માટે લોક સહકાર જરૂરી છે.

Latest Stories