/connect-gujarat/media/media_files/2025/07/10/gandhi-smarak-2025-07-10-19-06-25.jpg)
અંકલેશ્વર શહેરમાં એક માત્ર ગાંધીજી જોડે જોડાયેલ સ્મારક નામશેષ થઈ ગયું છે. જ્યોતિ સિનેમા પાસે આવેલ શ્રીમાળી પોળમાં દાંડી યાત્રા દરમિયાન ગાંધીજીએ રોકાણ કર્યું હતું.પોળ જર્જરિત થતા તેના માલિકો દ્વારા ઉતારી લીધી હતી.દીવાલ પર લાગેલી ગાંધીજી યાદની તકતી પણ તોડી પાડતા હવે દાંડી યાત્રાના કોઈ અવશેષ રહ્યા નહતા. સ્થાનિક નેતાગીરી અને તંત્રની અનદેખીના કારણે ગાંધી વિચારધારાનો અંત આવ્યો હતો.
દેશની આઝાદી સાથે જોડાયેલ અને ખાસ કરીને મીઠાના કાયદાનો ભંગ માટે યોજાયેલ દાંડી યાત્રા સાથે અંકલેશ્વરનું નામ જોડાયેલું હતું.જે હવે મટી જવા પામ્યું છે.દાંડી યાત્રા દરમિયાન ગાંધીજી જે શ્રીમાળી પોળમાં રોકાયા હતા તે પોળ હવે જમીનદોસ્ત થઈ જવા પામી છે. અહીં પોળ જર્જરિત બનતા ભયજનક સ્થિતિમાં મુકાઈ હતી. જે અંગે પાલિકા દ્વારા સમારકામ કે તેને સત્વરે ઉતારી લેવાની તાકીદ કરતી નોટિસ પોળ સંચાલકોને ફટકારી હતી. ત્યારબાદ પોળ સંચાલકો દ્વારા અચાનક આખા શ્રીમાળી પોળ સંકુલને ઉતારી લેવાનો નિર્ણય કરી તેને જમીનદોસ્ત કરી દેવામાં આવી છે.
આ પોળની દીવાલ પર ગાંધીજી દાંડી યાત્રા રોકાણ કર્યું હતું તેની તકતી તંત્ર દ્વારા લગાવી હતી. જોકે તંત્ર પણ તકતી લગાવી ભૂલી ગયું હતું. અને ત્યારબાદ પોળ સંચાલક પણ આ તકતીને તકતી તરીકે ન જોઈને તેને પણ તોડી પાડી હતી. જેને લઇ હવે દાંડી યાત્રા સ્મારક રૂપે રહેલ એક ઓળખ જમીનદોસ્ત થઇ ગઈ હતી.જેને લઇ ગાંધીજી અને તેમની વિચારધારા સાથે જોડાયેલ અંકલેશ્વર શહેરનું એક માત્ર સ્મારક પણ નષ્ટ થઇ જવા પામ્યું છે.