New Update
માં શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે શેરીઓ, સોસાયટીઓ, કોમન પ્લોટ, પાર્ટી પ્લોટ, સંસ્થાઓ અને મંડળો દ્વારા માં આદ્ય શક્તિના પર્વની જોરશોરમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ખેલૈયાઓ ગરબે ગુમવવા ખરીદારી અને તૈયારીઓમાં ઓતપ્રોત બની ગયા છે. અંકલેશ્વરમાં રોટરી કલબ, માનવ મંદિર સાંસ્કૃતિક મંડળ, જીઆઇડીસી નવદુર્ગા મિત્ર મંડળ, યુવા મિત્ર મંડળ,ખોડલધામ,ગુંજ સોશ્યલ ગ્રુપ સહિતના સ્થળોએ નવરાત્રી અંતર્ગત ગરબા મહોત્સવ આયોજિત કરાયો છે ત્યારે વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર તૈયારીઓને આખરીઓ આપવામાં આવી રહ્યો છે.
ગરબા ઉત્સવને લઈ વિવિધ કલા વૃંદો, ફરાસખાના, લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ, સિક્યોરિટી, પ્રિન્ટરસ,ખાણીપીણી સાથે ટ્રેડિશનલ ડ્રેસ અને તહેવાર સાથે જોડાયેલા અન્ય વ્યાવસાયિકોના વેપારને પણ આર્થિક વૃદ્ધિનો લાભ મળી રહેશે.
Latest Stories