New Update
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રી ગટુ વિદ્યાલયમાં શાળાની મધર ક્લબની પ્રવૃત્તિના ભાગરૂપે માતા- બાળક ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીના શુભ અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉદ્યોગ અગ્રણી કે શ્રીવત્સન તેમજ ગીતા શ્રીવત્સન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સ્પર્ધામાં બાળકો સાથે તેમની માતાઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.શાળાના સંગીત શિક્ષકોએ ગરબા સ્પર્ધામાં તેમનો મધુર કંઠ આપ્યો હતો. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ ભૂમિ દવે તથા શ્વેતલ દલવાડીએ સેવા આપી હતી.
આ ગરબા સ્પર્ધામાં CBSCમાં પ્રથમ ક્રમે ગાર્ગી પટેલ ,બીજા ક્રમે ભાવિકાબેન તથા ત્રીજા ક્રમે રીટાબેન વિજેતા બન્યા હતા.GSEB અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ક્રમે સનિકા મોરે ,બીજા ક્રમે આરોહી તથા ત્રીજા ક્રમે લવાન્યા વિજેતા બન્યા હતા.ગુજરાતી માધ્યમમાં પ્રથમ ક્રમે કિરણ પારેખ, બીજા ક્રમે જીજ્ઞા પટેલ તથા ત્રીજા ક્રમે વિરજબેન વિજેતા બન્યા હતા. શાળા દ્વારા તેમને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.