અંકલેશ્વર: ગટ્ટુ વિદ્યાલય દ્વારા મહાકુંભ સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સંગમની થીમ પર વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

મહાકુંભ સંસ્કૃતિ અને સાધનાનો સંગમની થીમ પર યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભ અંગે વિવિધ કૃતિઓ રજૂ કરી..

New Update
  • અંકલેશ્વરમાં આવેલી છે શ્રી ગટ્ટુ વિદ્યાલય

  • શાળાના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

  • મહાકુંભની થીમ પર કાર્યક્રમ યોજાયો

  • ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન

  • આમંત્રીતો અને શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રી ગટ્ટુ વિદ્યાલયના  ધોરણ ચાર અને પાંચના વિદ્યાર્થીઓના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ મહાકુંભ સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સંગમનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રી ગટ્ટુ વિદ્યાલય દ્વારા જીઆઇડીસીમાં આવેલ ડી.એ. આણંદપુરા કલચરલ સેન્ટર ખાતે ધોરણ ચાર અને પાંચના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.મહાકુંભ સંસ્કૃતિ અને સાધનાનો સંગમની થીમ પર યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભ અંગે વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.
આ સાથે જ ખેલો ઇન્ડિયા અને ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી અશોક પંજવાણી, કન્વીનર અશ્વિની સક્સેના શાળાના આચાર્ય અંસુબેન તિવારી, કો-ઓર્ડીનેટર કુમુદ ચાવડા તેમજ શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.