અંકલેશ્વર: કેન્દ્ર સરકારના ઉદ્યોગ મંત્રાલય દ્વારા GIDCને બેસ્ટ ઈન્ફાસ્ટ્રક્ચર ચેમ્પિયન એવોર્ડ એનાયત કરાયો

દેશના 18 રાજ્યો માંથી 140 ઔદ્યોગિક વસાહતે ભાગ લીધો હતો. ઉદ્યોગ અનુરૂપ માળખાકિય સુવિધાની કેટેગરીમાં અંકલેશ્વર નોટીફાઈડ વિભાગે ભાગ લીધો હતો...

New Update
  • અંકલેશ્વર નોટીફાઈડ એરિયાને એવોર્ડ કરાયો એનાયત

  • ઉદ્યોગ મંડળ દ્વારા એવોર્ડ એનાયત કરાયો

  • બેસ્ટ ઈન્ફાસ્ટ્રક્ચર એવોર્ડ અપાયો

  • દિલ્હી ખાતે યોજાયો હતો કાર્યક્રમ

  • 140 ઔદ્યોગિક વસાહતે ભાગ લીધો હતો

અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડને કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક અંતર્ગત બેસ્ટ ઈન્ફાસ્ટ્રક્ચર ચેમ્પિયન એવોર્ડ એનાયત કરાયો કેન્દ્ર સરકારના ઉદ્યોગ મંત્રાલય તરફથી સ્વચ્છ ભારત સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્પર્ધા યોજાઈ હતી. દેશના 18 રાજ્યો માંથી 140 ઔદ્યોગિક વસાહતે ભાગ લીધો હતો. ઉદ્યોગ અનુરૂપ માળખાકિય સુવિધાની કેટેગરીમાં અંકલેશ્વર નોટીફાઈડ વિભાગે ભાગ લીધો હતો.
ઔઘોગિક વસાહતમાં ડ્રેનેજ, પાણી, રોડ,સફાઈ, લાઈટ, સીસીટીવી, ઓવર હેડ પાઈપ લાઈન સહિતની સુવિધાઓ છે. ગત 21 નવેમ્બરે દિલ્હીમાં સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એવોર્ડ 2024 ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતા યોજાયો હતો. જેમાં અંક્લેશ્વર નોટીફાઈડને બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચેમ્પિયન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો
આ અંગે અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના ઉદ્યોગ મંત્રાલયના પ્રતિનિધિ મંડળ દ્વારા અંકલેશ્વરમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અંકલેશ્વર જીઆઇડીસીને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એવોર્ડ એનાયત થયો ત્યારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ, નોટીફાઈડ એરિયા ઓથો.અને જીઆઇડીસીના સહિયારા પ્રયત્નોનું ફળ પ્રાપ્ત થયું છે.
Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.