New Update
/connect-gujarat/media/media_files/2024/12/26/50Tg10NkLjPpwyceYoyR.jpg)
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટર આર.એચ.વાળાના માર્ગદર્શન હેઠળ મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા સારૂ સુચના આપેલ જે અનુસંધાને પોલીસ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમાં હાજર હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે અંકલેશ્વર જી.આઇ.ડી.સી. અતિક બેકરી પાસેથી એક ઇસમને ચોરીમાં થયેલ બાઈક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે આરોપી અને મૂળ દાહોદના ચેતન ઉર્ફે શેતાન દિતીયાભાઇ ભાભોરની ધરપકડ કરી હતી જ્યારે અન્ય એક આરોપી કમલેશભાઇ કેસુભાઇ નિનામાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે આરોપી પાસેથી રૂ.50 હજારની કિંમતની બાઈક કબ્જે કરી આરોપી બાઈક ચોરીના અન્ય ગુનામાં સંડોવાયેલ છે કે કેમ એ સહિતની વિગતો મેળવવા તપાસ શરૂ કરી છે.
Latest Stories