અંકલેશ્વર: GIDC પોલીસે ભંગારના શંકાસ્પદ જથ્થા સાથે કાર ચાલકની કરી ધરપકડ, રૂ.1.23 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે કાર અને ભંગારનો જથ્થો મળી કુલ રૂપિયા 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક ઉત્તરપ્રદેશના રહેવાસી હકીકુલ્લાહ જહીર માસ્ટરની ધરપકડ કરી..

New Update
  • અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને મળી સફળતા

  • કારમાંથી ભંગારનો જથ્થો ઝડપી પાડ્યો

  • રૂ.1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

  • કાર ચાલકની ધરપકડ કરવામાં આવી

  • ભંગાર ક્યાંથી લાવ્યો એ તપાસ શરૂ

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે કાર ચાલકની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના પોલીસકર્મીઓ ઐદ્યોગિક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમ્યાન ટેન્કર ગેટ ત્રણ રસ્તા નજીક એક કાર નંબર GJ-16-DC-9755 આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી મોટર અને પાઇપ સહિત ભંગારનો જથ્થો મળી આવ્યો હતો.
આ જથ્થા અંગે કારચાલક અને ઉત્તરપ્રદેશના રહેવાસી હકીકુલ્લાહ જહીર માસ્ટરની પૂછતાછ કરતા તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી પોલીસે કાર અને ભંગારનો જથ્થો મળી કુલ રૂપિયા 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ તરફ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી તે આ જથ્થો ક્યાંથી આવ્યો હતો એ સહિતની વિગતો મેળવવા તપાસ શરૂ કરી છે.
Latest Stories