અંકલેશ્વર:  જી.આઇ.ડી.સી. પોલીસે જુગાર રમતા ચાર જુગારીઓની કરી ધરપકડ, રૂ.16 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

બાતમીના આધારે પોલીસે ઇએસઆઇસી હોસ્પિટલ સામે યોગી એસ્ટેટ તરફ જતાં માર્ગ પાસે આવેલા ગ્રીન બેલ્ટ વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડ્યા

New Update
ankleshwar gidc police
અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન મળેલી બાતમીના આધારે પોલીસે ઇએસઆઇસી હોસ્પિટલ સામે યોગી એસ્ટેટ તરફ જતાં માર્ગ પાસે આવેલા ગ્રીન બેલ્ટ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.પોલીસે સ્થળ પરથી જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડ્યા હતા. 
પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ રૂપિયા 16,000થી વધુની મુદામાલ કબજે કરી હતી.ઝડપાયેલા જુગારીઓમાં અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારના ગુલામ મુસ્તફા પીર મકસુદ, કાંતિભાઈ સોલંકી, ઇમરાન ગુલામ રસૂલ ચૌહાણ અને મકસુદ પુત્ર નસીમ ખાનનો સમાવેશ થાય છે.પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Latest Stories