New Update
/connect-gujarat/media/media_files/2025/09/26/ankleshwar-gidc-police-2025-09-26-19-03-30.jpg)
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક ઇસમ મોટર સાઇકલ પર શંકાસ્પદ પાઇપનો જથ્થો લઈ હાઇવે ઉપરથી પસાર થઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે દેસાઈ ફાર્મ પાસે પોલીસે વોચ ગોઠવી હતી. અને તે દરમિયાન બાતમી વાળો ઇસમ આવતા પોલીસે તેને અટકાવી જરૂરી દસ્તાવેજો માંગતા તેણે આનાકાની કરતા પોલીસે શંકાસ્પદ પાઇપ અને બાઈક કબ્જે કરી હતી અને મૂળ નવા ગામ કરારવેલ તેમજ હાલ કાપોદ્રા ગામની જકરિયા પાર્કમાં રહેતો જુનેદ બેલીમ નામના ઇસમને ઝડપી પાડ્યો હતો.
Latest Stories