New Update
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જેના આધારે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.પોલીસે કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા. જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.પોલીસે રૂ.1.41 લાખની કિંમતના 10 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.
આ અગાઉ પણ જીઆઇડીસી પોલીસે રૂ.7.3 લાખની કિંમતના 37 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા હતા ત્યારે અત્યાર સુધીમાં પોલીસે રૂ.8.45 લાખની કિંમતના 47 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે
Latest Stories