અંકલેશ્વર : નિઃશુલ્ક ગરબા ક્લાસીસ સાથે ફ્રી બર્ડ એકેડેમીનો ભવ્ય પ્રારંભ, પ્રથમ દિવસે જ ખેલૈયાઓએ બોલાવી રમઝટ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDCના રહેણાંક વિસ્તારમાં ફ્રી ગરબા ક્લાસ સાથે ફ્રી બર્ડ એકેડેમીનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDCના રહેણાંક વિસ્તારમાં ફ્રી ગરબા ક્લાસ સાથે ફ્રી બર્ડ એકેડેમીનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ દિવસે જ 25થી વધુ રજીસ્ટર સભ્યો ઉત્સાહભેર સહભાગી થયા હતા.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDCના રહેણાંક વિસ્તારમાં આવેલ જૈન દેરાસર પાસે સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણમાં ફ્રી બર્ડ એકેડેમીની શરૂઆત ગત તા. 1 ઓગષ્ટથી કરવામાં આવી છે. જેમાં વિવિધ ગેમ્સ જેવી કેસ્પીડ બોલનેટ બોલખો-ખોઆર્ચરીમ્યુઝિકડાન્સકરાટે અને યોગાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફ્રી બર્ડ એકેડેમીના આરંભ પ્રસંગે એકેડમીના ડિરેક્ટર યોગેશ પારીકના પિતા સત્યનારાયણ પારીક અને માતા ઉર્મિલાબેન પારીકના હસ્તે માતાજીનું પૂજન અર્ચન સહિત આરતી કરી કરવામાં આવી હતી. માતાજીની આરતી બાદ સૌકોઈ ઉપસ્થિતોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.

ફ્રી બર્ડ એકેડેમી દ્વારા સૌ પ્રથમ 6 દિવસીય નિઃશુલ્ક ગરબા ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ફ્રી બર્ડ એકેડેમી દ્વારા સોશિયલ મીડિયા અને બેનર થકી રજીસ્ટ્રેશન માટે સ્કેન કોડ પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ સાથે જ નિઃશુલ્ક ગરબા ક્લાસનો વધુમાં વધુ લોકો લાભ લઇ શકે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એકેડેમીની શરૂઆત સાથે જ પ્રથમ દિવસે 25થી વધુ રજીસ્ટર સભ્યોએ લાભ લીધો હતો. આ પ્રસંગે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ-ભરૂચના શિક્ષક ચિંતન પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. સત્યનારાયણ પારીક દ્વારા ફ્રી બર્ડ એકેડેમીના સંચાલકોને શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ આપવામાં આવ્યા હતા, જ્યારે ફ્રી બર્ડ એકેડેમીના ગરબા કોચ ધર્મેશ મિસ્ત્રી દ્વારા તમામ સભ્યોને આવકાર આપી ગરબાના અવનવા સ્ટેપ શીખવાડી તાલીમ આપવામાં આવી હતી. જેમાં ખેલૈયાઓએ નિઃશુલ્ક ગરબાના વિવિધ સ્ટેપની તાલીમ મેળવી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે જ ફ્રી બર્ડ એકેડેમીમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે સંચાલકો દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.

 

Latest Stories