New Update
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઇડીસીના નવા હોદ્દેદારો અને સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં નવા હોદ્દેદારોને શપથગ્રહણ કરાવવામાં આવ્યા હતા.
બ્રહ્મ ઉત્કર્ષ માટે કાર્યરત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઇડીસીના નવા હોદ્દેદારો અને સભ્યોના શપથ ગ્રહણ સમારોહનું જીઆઇડીસીમાં આવેલ જે.સી.આઈ. ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંગઠનના નવા પ્રમુખ તરીકે ચંદુભાઈ જોશી, ઉપપ્રમુખ તરીકે સુરેશ જોશી, પ્રેમપાલ શર્મા, યોગેશ પારીક, અનિલ શુક્લા સેક્રેટરી તરીકે ભાસ્કર આચાર્યની વરણી કરવામાં આવી હતી. તો ટ્રેઝરર તરીકે અશોક ઓઝા અને તરીકે જોઈન્ટ ટ્રેઝરર તરીકે કે.આર જોશીની વરણી કરાઈ હતી.આ તરફ યુવા કમિટીના પ્રમુખ તરીકે દર્શન જોશી, ઉપપ્રમુખ તરીકે કેવલ વ્યાસ,ભાર્ગવ જોશી સુરેશ જોશી અને અભી પાનેરી તો સેક્રેટરી તરીકે કંદર્પ તેરૈયાની વરણી કરવામાં આવી હતી.
મહિલાપાંખના વડા તરીકે રુપલ સી.જોશી ઉપપ્રમુખ તરીકે અવની ભટ્ટ, રૂપલ જોશી, મહામંત્રી તરીકે લેખા જોશીની વરણી કરવામાં આવી હતી.આ શપથગ્રહણ સમારોહમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના દક્ષિણ ઝોનના કારોબારી ચેરમેન પ્રદીપ રાવલ, પ્રદેશ ઉપપ્રમુખ દીપક ઉપાધ્યાય, દક્ષિણ ઝોનના ઉપપ્રમુખ પ્રવિણ તેરૈયા, ભરૂચ જિલ્લાના પ્રમુખ જનક પટેલ, ભરૂચ જિલ્લાના પૂર્વ પ્રમુખ બીપીન ભટ્ટ સહિતના આમંત્રિતો તેમજ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories