અંકલેશ્વર :  ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગ્રામ જીવન સ્વાવલંબન યાત્રા અંતર્ગત સ્વદેશી અપનાવો કાર્યક્રમ યોજાયો

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિતે  ગ્રામ જીવન સ્વાવલંબન યાત્રા અંતર્ગત સ્વદેશી અપનાવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સેમિનારનું આયોજન

  • ગ્રામ જીવન સ્વાવલંબન યાત્રા અંતર્ગત આયોજન

  • સ્વદેશી અપનાવો કાર્યક્રમ યોજાયો

  • એઆઈએ બેઇલ સેમિનાર હોલ ખાતે કરાયું આયોજન

  • ઉદ્યોગમંડળના હોદ્દેદારો સહિત ઉદ્યોગકારો રહ્યા ઉપસ્થિત  

અંકલેશ્વર જીઆઇડીસીના એઆઈએ બેઇલ સેમિનાર હોલ ખાતે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગ્રામ જીવન સ્વાવલંબન યાત્રા અંતર્ગત સ્વદેશી અપનાવો કાર્યક્રમ યોજાયો હતો.

અંકલેશ્વર જીઆઇડીસીના એઆઈએ બેઇલ સેમિનાર હોલ ખાતે વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિતે  ગ્રામ જીવન સ્વાવલંબન યાત્રા અંતર્ગત સ્વદેશી અપનાવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિદ્યાપીઠજીઆઇડીસી અંકલેશ્વરનોટિફાઈડ એરિયા ઓથોરીટી અને ઉદ્યોગ મંડળના સંયુક્ત ઉપક્રમે સ્વદેશી અપનાવો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠના પ્રાધ્યાપિકા મિનલ પંચાલ,12 જેટલા વિદ્યાર્થીઓ,નોટીફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ,ઉદ્યોગ મંડળના ઉપપ્રમુખ હસમુખ પટેલ,ઉદ્યોગ મંડળની મેનેજીંગ કમિટીના સભ્યો વાલમજી દેસાઈચંદુ અકબરીયોગેશ પટેલ સહિત ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જાણીતા વક્તા દિનેશ સેવક દ્વારા વિકસિત ભારતની સફળતા માટેના વિષયને અનુલક્ષીને સંબોધન કર્યું હતું.

Latest Stories