અંકલેશ્વર : ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી અંતર્ગત “ગુરુવંદન છાત્ર અભિનંદન” કાર્યક્રમ યોજાયો...

'ગુરૂ વંદન છાત્ર અભિનંદન' કાર્યક્રમમાં ગુરુ એવા શાળાના આચાર્ય અને શિક્ષકોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ આપણા જીવનમાં ગુરુનું શું મહત્વ રહેલું છે, તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું

New Update
ભારત વિકાસ પરિષદ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત ચાણક્ય સ્કૂલ અને વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા દ્વારા ગુરુપૂર્ણિમા પર્વની આગોતરી ઉજવણી નિમિત્તે ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ભારત વિકાસ પરિષદ ભરૂચ

દર વર્ષે ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ 'ગુરૂ વંદન છાત્ર અભિનંદનકાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા પ્રમુખ કનુ પરમારના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત ચાણક્ય સ્કૂલ અને વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાણક્ય સ્કૂલ ખાતે આયોજિત 'ગુરૂ વંદન છાત્ર અભિનંદનકાર્યક્રમમાં શાળાની 65 શિક્ષિકા અને 50થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ગુરુપૂર્ણિમાની ઉજવણી

આ પ્રસંગે ચાણક્ય સ્કૂલના ટ્રસ્ટી મહેશ પટેલ, ડિરેક્ટર રસિલા પટેલ, શાળાના આચાર્યા સુવર્ણા પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ, વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આયોજિત 'ગુરૂ વંદન છાત્ર અભિનંદનકાર્યક્રમમાં 10થી વધુ શિક્ષિકા સહિત 120 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્યા શિવાની મેડમ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 

ગુરુવંદન છાત્ર અભિનંદન

જોકે, બન્ને શાળામાં આયોજિત 'ગુરૂ વંદન છાત્ર અભિનંદનકાર્યક્રમમાં ગુરુ એવા શાળાના આચાર્ય અને શિક્ષકોનું પૂજન કરવામાં આવ્યું હતું.  સાથે જ આપણા જીવનમાં ગુરુનું શું મહત્વ રહેલું છે, તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ

આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંત મહિલા સહ સંયોજિકા રૂપલ જોશી, ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખાના મહિલા સંયોજિકા અનંતા આચાર્ય, સેવા વિભાગ કો-ઓર્ડિનેટર કે.આર.જોશી, રાષ્ટ્રીય સમૂહ ગાન કો-ઓર્ડિનેટર ભાસ્કર આચાર્ય સહિત ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખાના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories