New Update
/connect-gujarat/media/media_files/2025/03/13/bDhszTG8QLcb8pxpsdNZ.jpg)
અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આજરોજ સવારના સમયે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું તો સાથે ઠંડીનો ચમકારો પણ અનુભવાયો હતો.
અંકલેશ્વર પંથકમાં ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે બેવડી ઋતુ પણ અનુભવાય રહી છે આજે સવારના સમયે અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધૂમમ્સભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું જેના કારણે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો તો બીજી તરફ બપોરના સમયે તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી જાય છે જેના કારણે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. લુ ના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે વહેલી સવારના સમયે ખુશનુમાં વાતાવરણ જોવા મળ્યું હતું બેવડી ઋતુના કારણે બીમારીઓ પણ જોવા મળી રહી છે.બપોર બાદ ઉકળાટ અને બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
Latest Stories