અંકલેશ્વર: હેલપિંગ હેન્ડ ગ્રુપ દ્વારા માટીએડ ગામની શાળાની વિદ્યાર્થીનીઓને સુકામેવાનું કરાયુ વિતરણ

હેલપિંગ હેન્ડ ગ્રૂપ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે માટીએડ ગામની પ્રાથમિક શાળાની 50થી વધુ વિદ્યાર્થિનીઓને ડ્રાયફ્રુટ સહિત શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Screenshot_2024
New Update

હેલપિંગ હેન્ડ ગ્રૂપ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે માટીએડ ગામની પ્રાથમિક શાળાની 50થી વધુ વિદ્યાર્થિનીઓને ડ્રાયફ્રુટ સહિત શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

હેલપિંગ હેન્ડ ગ્રૂપ દ્વારા છેલ્લા ચાર વર્ષથી ગૌરી વ્રત નિમિત્તે બાળાઓને વિવિધ મદદ કરવામાં આવે છે.જેના ભાગરૂપે અંકલેશ્વરના માટીએડ ગામની પ્રાથમિક શાળાની 50થી વધુ વિદ્યાર્થિનીઓને ડ્રાયફ્રુટ સહિત શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.સાથે અન્ય દાતાઓ સંજય પટેલ,સ્વીટ્સ કોર્નર બેકરીના વેપારી ખુશ્બુ ચૌહાણ કેક અને ઢોકળાનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો.આ વિતરણના કાર્યક્રમમાં હેલપિંગ હેન્ડ ગ્રૂપના મયુર રાવળ અને શાળાના શિક્ષકો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
#Bharuch #CGNews #distributed #Ankleshwar #Girl Student #Helping Hand Group #Matied village school
Here are a few more articles:
Read the Next Article