-
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતાં અત્યાચાર સામે ઉગ્ર વિરોધ
-
વિવિધ હિન્દુ સંગઠનોએ ધરણાં-રેલી યોજી આવેદનો આપ્યા
-
શક્તિનાથ ખાતે હિન્દુ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન યોજાયા
-
અંકલેશ્વર ખાતે હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું
-
હિન્દુ સમાજે રેલી યોજી તંત્રને આવેદન આપી રજૂઆત કરી
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતાં અમાનુષી અત્યાચારના વિરોધ ભરૂચ તેમજ અંકલેશ્વરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ધરણાં પ્રદર્શન સહિત રેલી યોજી તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના શક્તિનાથ મંદિર નજીક ગ્રાઉન્ડ ખાતે ભરૂચ હિન્દુ સમાજ દ્વારા ધરણા પ્રદર્શન યોજી રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ આયોજન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા બાદ હિંદુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. એટલું જ નહીં, હિંદુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે.
હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે, અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક તેમજ આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે. ભારત સરકારની જવાબદારી છે કે, તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારોને રોકે.
આ અત્યાચારના વિરુદ્ધ માં ભરૂચ ઇસ્કોનના સંત ચિન્મય કૃષ્ણ દાસજી, મુક્તાનંદ સ્વામી, સોમદાસ બાપુ, કુકરવાડા આશ્રમના લોકેશાનંદ સ્વામી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સહિત સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ભજન કીર્તન સાથે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ધારણા પ્રદર્શન યોજી રેલી સ્વરૂપે ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનમાં માંગ કરવામાં આવી છે કે, સંત ચિન્મય કૃષ્ણ દાસજીને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે, બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવા, પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે સહિતની માંગ કરાય હતી.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચાર વિશે ગંભીર ચિંતા કરવા સાથે શેખ હસીનાની સરકારને બરખાસ્ત કર્યા બાદ હિંદુઓ પર અત્યાચારોમાં વધારો થયો છે. હિન્દુ દેવસ્થાનને નુકશાન કરવામાં આવી રહ્યું છે, અને તોડફોડ કરવામાં આવી રહે છે. બાંગ્લાદેશમાં હિંસા અને હત્યાની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે.
આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે, ત્યારે અંકલેશ્વર ખાતે પણ હિન્દુ સંગઠનો દ્વારા આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. હિન્દુ સંગઠનોએ ધૂન સાથે અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું હતું.
જેમાં જણાવ્યા અનુસાર, ભારત સરકાર બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર અટકાવે, સંત ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરે તેમજ બાંગ્લાદેશમાં હિન્દુ ધાર્મિક સ્થળોની સુરક્ષા કરવા સહિત 8 જેટલા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.