અંકલેશ્વર : રામકુંડ તીર્થધામ ખાતે હિન્દુ રાષ્ટ્ર ધર્મસભાનું આયોજન કરાયું, ગુજરાતભરમાંથી સંતો મહંતોની ઉપસ્થિતિ

અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે હિન્દુ ધર્મસભા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મહામંડલેશ્વરો સહિત સંતો અને કથાકારો તેમજ અંદાજીત 200થી વધુ સંતો મહંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • શ્રી રામકુંડ તીર્થ ક્ષેત્રે હિન્દુ રાષ્ટ્ર ધર્મસભા યોજાઈ

  • મહંત ગંગાદાસ બાપુ દ્વારા કરાયું આયોજન

  • ગુજરાતભરમાંથી સંત મહંતો રહ્યા ઉપસ્થિત

  • સંતો માટે મહાપ્રસાદીનું પણ કરાયું આયોજન

  • રામચરિત્ર માનસ કથાનો પણ થયો પ્રારંભ

રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ દ્વારા આયોજિત રાષ્ટ્ર ધર્મસભામાં મોટી સંખ્યા માં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના સંત મહાત્માઓ ઉપસ્થિત રહ્યા હતા,તેમજ ચૈત્ર માસના પ્રથમ દિવસથી રામનવમી સુધી રામચરિત માનસ કથાનો પણ આ પ્રસંગે પ્રારંભ થયો હતો.

અંકલેશ્વરના રામકુંડ તીર્થધામના મહંત ગંગાદાસ બાપુ દ્વારા પવિત્ર ચૈત્ર માસ નિમિતે રામકુંડ ધામ ખાતે હિન્દુ રાષ્ટ્ર ધર્મસભા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભરૂચ,સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના મહામંડલેશ્વરો સહિત સંતો અને કથાકારો તેમજ અંદાજીત 200થી વધુ સંતો મહંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા,આ પ્રસંગે સંતોએ પોતાની સંતવાણીનું ભાથું પીરસ્યું હતું.સંત સંમેલન બાદ સંતો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આજ થી શરૂ થયેલા પવિત્ર ચૈત્ર માસ નિમિતે રામકુંડ ધામ ખાતે રામનવમી સુધી રામચરિત્ર માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.જેનું રામકુંડના પ્રસિદ્ધ બાળ કથાકાર પ્રિયાંશુ મહારાજ કથાનું રસપાન કરાવશે.

Latest Stories