અંકલેશ્વર:બી ડિવિઝન પોલીસનો માનવતાવાદી અભિગમ,

ભરૂચ | Featured | સમાચાર , અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ દ્વારા સીનીયર સીટીઝન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૩૦ જેટલા વયસ્ક નાગરીકોને કાર્ડનું વિતરણ

New Update
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની કામગીરી
પોલીસે માનવતાવાદી અભિગમ દાખવ્યો
વયસ્ક નાગરિકોને સિનિયર સીટીઝન કાર્ડનું કરાયુ વિતરણ
30 લોકોને સિનિયર સીટીઝન કાર્ડનું વિતરણ
લોકોએ પોલીસના અભિગમને બિરદાવ્યો
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા સીનયર  સીટીઝન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ દ્વારા સીનીયર સીટીઝન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૩૦ જેટલા વયસ્ક નાગરીકોને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.સાથે અન્ય સીનયર સીટીઝનને કાર્ડ  લેવા માટે માહિતી પૂરી પાડવામાં આવી હતી.તો કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલોને જરૂર કોઈ ત્યારે પોલીસનો સંપર્ક કરવા સાથે સાયબર ફ્રોડ માટેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયાએ જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ વયસ્ક નાગરિકો સિનિયર સિટીઝન કાર્ડ લેવા માટે જે તે કચેરીએ પહોંચી શકે તે શક્ય ન હતું માટે આવા વયસ્ક નાગરિકોના ડોક્યુમેન્ટ એકત્રિત કરી સિનિયર સિટીઝન કાર્ડ કઢાવવામાં આવ્યા હતા અને તેનું વિતરણ કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં આ કાર્ડ અંતર્ગત સિનિયર સિટીઝ અને મળતા લાભ અંગેની પણ માહિતી આપવામાં આવશે.
Latest Stories