New Update
અંકલેશ્વરમાં બૌડાની કાર્યવાહી
ગેરકાયદેસર બાંધકામ પર તવાઈ
ગડખોલ પાટીયા વિસ્તારમાં કરાયુ બાંધકામ
તુલસી પત્ર કોમ્પ્લેક્સનું બાંધકામ
અંકલેશ્વરના ગડખોલ પાટીયા વિસ્તારમાં આવેલ તુલસી પત્ર કોમ્પલેક્ષમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતા ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા કુલ 8 દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી.
અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ તુલસી પત્ર કોમ્પલેક્ષમાં પરવાનગી વગર બાંધકામ કરતા ભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ બૌડા દ્વારા મિલકત સીલ કરી દેવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર બાંધકામ અંગેની પરવાનગી ન હોવા છતાં બિલ્ડરે બાંધકામ કરી કોમ્પલેક્ષની દુકાનો વેચાણ કરી દીધી હતી.જો કે બૌડા દ્વારા દુકાનદારોને સમય આપી અને દુકાનમાં રહેલ માલ સામાન બહાર કાઢવા જણાવ્યું હતું. જેથી વેપારીઓએ પોતાનોમાલસામાન કાઢી લીધો હતો.
તંત્ર દ્વારા કોમ્પ્લેક્સની કુલ 8 દુકાનો સીલ કરવામાં આવી હતી.ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ બૌડાએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની મદદ લઈ બાંધકામ વગરની મિલકતો સીલ કરી હતી. તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના કારણે ગેરકાયદેસર બાંધકામ કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.
Latest Stories