/connect-gujarat/media/member_avatars/2025/04/19/2025-04-19t062118449z-aaaa.jpg )
New Update
અંકલેશ્વર જીઆઈડીસીમાં વિવાદ
ગેરકાયદેસર દબાણકર્તાઓ દ્વારા હેરણગતિના આક્ષેપ
સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો
નોટીફાઇડ એરિયા ઓથો.ની કાર્યવાહી
ગેરકાયદેસર દબાણ દૂર કરાયા
અંકલેશ્વર ઔદ્યોગિક વરસાતના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ કરનારા લોકો દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપના પગલે નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા દબાણો હટાવવામાં આવ્યા હતા.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે ત્યારે નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના પગલે શ્રમિક વર્ગના કેટલાક લોકોએ જીઆઈડીસીમાં આવેલ બાલાજી એવન્યુ સહિતની સોસાયટીઓ નજીક તંબુ બાંધી રહેઠાણ શરૂ કર્યું હતું.જોકે આ લોકો દ્વારા સોસાયટીના કેટલાક રહીશોને હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ગતરોજ રાત્રીના સમયે વિવાદ સર્જાયો હતો આ અંગેની જાણ થતા જ નોટિફાઇડ એરીયા ઓથોરીટીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગેરકાયદેસર દબાણો દૂર કરનાર લોકો સામે કાર્યવાહી કરી તેઓના દબાણ હટાવ્યા હતા.તો બીજી તરફ શ્રમિક વર્ગના લોકોએ તંત્રની આ કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો અને તેઓને રહેવા માટે વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરી હતી
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/08/07/8-2025-08-07-21-18-36.jpg)
LIVE