New Update
અંકલેશ્વર તાલુકાના કાંસીયા ગામ ખાતે ગોલ્ડન બ્રીજ નીચે પુર્વ દિશામાં નર્મદા નદીના કિનારે હીટાચી મશીન તથા ટ્રકો દ્વારા માટીનું ગેરકાયદેસર રીતે નદી કિનારેથી માટી ખોદી વાણીજ્ય ઉપયોગ કરતા હોવાની ટેલિફોનિકના માધ્યમથી સુચના મળતા અંકલેશ્વર મામલતદાર કચેરીએથી ટીમ બનાવી અંકલેશ્વર તાલુકાના કાંસીયા ખાતે ગોલ્ડન બ્રીજ નીચે પુર્વ દિશામાં રેડ કરવામાં આવી હતી.આ રેડ દરમ્યાન નર્મદા કિનારે હીટાચી મશીન તથા ટ્રક દ્વારા માટીનું ગેરકાયદેસર રીતે નદી કિનારેથી માટી ખોદી વાણીજ્ય ઉપયોગ કરતા હોવાનું તેમજ પર્યાવરણ તથા નદીકાંઠાને નુકસાન થતું હોવાનું ધ્યાને આવ્યું હતું. જે અન્વયે ગુજરાત ખનીજ ગેરકાયદે ખનન અને પરિવહન તેમજ સંગ્રહ નિયમો - ૨૦૧૭ ના ભંગ બદલ મળેલી સત્તાની રૂએ વાહન ડ્રાઈવર/માલીકોના નિવેદનો મેળવવામાં આવ્યા હતા.
આ રેડ દરમ્યાન બે હિટાચી મશીનો, અને ત્રણ ટ્રક જપ્ત મળી કુલ એક કરોડ નેવ્યાસી લાખ રૂપીયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વાહનો કબ્જે કરી સ્થળ પર જ પોલીસ ઈન્પેક્ટર અંકલેશ્વર શહેર બી ડીવીઝન પોલીસને સોપવામાં આવ્યા હતા. અને ગેરકાયદેસર માટી ખોદકામ અંગે જરૂરી સર્વેની કામગીરી ખાણ ખનીજ ખાતા દ્નારા કરી નિયમોનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.