અંકલેશ્વર: ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયુ,જાપાનમાં શિવાજી મહારાજની પ્રતિમાનું થશે સ્થાપન

ભારતભરમાં નીકળેલી ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રા આજે અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત શિવાજી સ્મારક પાસે આવી પહોંચતા શિવ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 

New Update
  • અંકલેશ્વરમાં આવી પહોંચી રથયાત્રા

  • શિવ સ્વરાજ રથયાત્રા આવી પહોંચી

  • વિવિધ સંસ્થાઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત

  • જાપાનમાં શિવાજી મહારાજની પ્રતિમાનું થશે સ્થાપન

  • મ્યુઝિયમનું પણ નિર્માણ હાથ ધરાશે

ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રા આજે અંકલેશ્વરમાં શિવાજી સ્મારક પાસે આવી પહોંચતા શિવભક્તો દ્વારા ઢોલ નગારા અને ફટાકડા ફોડી શિવરથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
જાપાનના ટોક્યો ખાતે ભારતના મહાન શાસક છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું સ્થાપના થવા જઈ રહ્યું છે.જે નિમિત્તે ભારતભરમાં નીકળેલી ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રા આજે અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત શિવાજી સ્મારક પાસે આવી પહોંચતા આગેવાનો તેમજ શિવભક્તો દ્વારા ઢોલ નગારા અને ફટાકડા ફોડી શિવ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 
ઈન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રા સમગ્ર ભારતમાં 7 હજાર કિલો મીટર ફરશે આ યાત્રાનો પ્રારંભ સાતારાથી છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોંસલેના હસ્તે કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે જાપાનના ટોક્યો ખાતેના યદો ગોવા ઇન્ડિયા કલ્ચરલ સેન્ટરના અધ્યક્ષ યોગેન્દ્ર પુરાણીક અને જાપાનના સમ્રાટ નારો હીતોનું આ પ્રતિમા સ્થાપવા માટે મુખ્ય યોગદાન છે.અશ્વ પર સવાર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ઇન્ડિયા કલ્ચરલ સેન્ટર ખાતે સ્થાપિત થશે.આ સેન્ટર ખાતે છત્રપતિ શિવાજી મહારાજનું એક મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે.
Read the Next Article

ભરૂચ : પોલીસ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ભવ્ય નવરાત્રીનું મહોત્સવનો પ્રારંભ, IG સંદીપ સિંહે કર્યું પૂજન અર્ચન

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું વડોદરા રેન્જના આઈ.જી સંદીપસિંહના

New Update

નવ નવેલી રાતનો આજથી પ્રારંભ

ભરૂચ પોલીસ દ્વારા ભવ્ય આયોજન

હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગરબા મહોત્સવનું આયોજન

પૂજન અર્ચન સાથે પ્રારંભ કરાયો

પોલીસ અધિકારીઓ- કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું વડોદરા રેન્જના આઈ.જી સંદીપસિંહના હસ્તે પૂજન અર્ચન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો
ભરૂચ શહેરમાં જગત જનનીમાં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ભરૂચ પોલીસ દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે વડોદરા રેન્જના આઈ.જી.સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણાના હસ્તે શાસ્ત્રોક્તવિધિ અનુસાર પૂજન અર્ચન કરી ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.ખેલૈયાઓ સુરક્ષા ને સલામતી સાથે ગરબા રમી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહિલાઓ માટે હેલ્પ ડેસ્ક તથા આરોગ્યની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. નવરાત્રિના નવ દિવસ ભરૂચ પોલીસ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમશે.