-
શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
-
આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું આયોજન
-
આઠ ટીમોએ લીધો ભાગ
-
ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના હસ્તે ટુર્નામેન્ટનો કરાયો શુભારંભ
-
નગરપાલિકા પ્રમુખ સહિતના આમંત્રિતો રહ્યા ઉપસ્થિત
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે,જેનું ઉદ્ઘાટન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે,આ પ્રસંગે ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.અને ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો,આ ટુર્નામેન્ટમાં સમાજની 8 જેટલી ટીમોએ ભાગ લીધો છે.
આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલીતા રાજપુરોહિત, અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ,શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.