અંકલેશ્વર: IOCL દ્વારા ધંતુરીયા ગામે આંગણવાડીનું કરાયુ નિર્માણ, લોકાર્પણ સમારોહ યોજાયો

અંકલેશ્વર IOCL દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે ધંતુરીયા ગામે આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

author-image
By Connect Gujarat Desk
New Update
  • અંકલેશ્વરના ધંતુરીયા ગામે આંગણવાડીનું નિર્માણ

  • IOCL દ્વારા નિર્માણ કરાયુ

  • બાળ વિકાસ યોજનાના ભાગરૂપે કાર્ય હાથ ધરાયુ

  • આંગણવાડીનો લોકાર્પણ સમારોહ યોજાયો

  • આમંત્રીતો અને ગ્રામજનો રહ્યા ઉપસ્થિત

Advertisment
અંકલેશ્વર ઓએનજીસી દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે ધંતુરીયા ગામે આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર IOCL દ્વારા બાળ વિકાસ યોજના ચલાવવામાં આવી રહી છે.સામાજિક જવાબદારીના ભાગરૂપે IOCL દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે જે અંતર્ગત છ આંગણવાડીનું નિર્માણ અને 18 આંગણવાડી કેન્દ્રોમાં સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામે IOCLના પ્રયાસથી આંગણવાડી કેન્દ્રનું નવનિર્માણ કરવામાં આવ્યું છે જેનો આજરોજ લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે IOCL વડોદરા વિભાગના મુખ્ય મહાપ્રબંધક લોકેશસિંહ,સી.ડી.પી.ઓ.રીટાબહેન,હજીરા IOCLના ઇન્ચાર્જ  ડી.બી.ગાવિત,મેનેજર અંકિત ચોરડીયા,અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકના પી.આઈ. કે.જી.સીસોદીયા,ગામના આગેવાન રતીલાલભાઈ, બચુભાઇ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
Advertisment
Latest Stories