-
અંકલેશ્વરમાં આવેલી છે જયાબહેન મોદી હોસ્પિટલ
-
હોસ્પિટલને આપવામાં આવ્યું અનુદાન
-
એન્ડોસ્પાઇન યુનિટનું અનુદાન આપવામાં આવ્યું
-
ગુજરાત ગાર્ડિયન કંપની દ્વારા કરાયુ સેવાકાર્ય
-
કંપની સત્તાધીશો અને આમંત્રીતો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલને ગુજરાત ગાર્ડિયન કંપની દ્વારા સી.એસ.આર.ફંડમાંથી એન્ડોસ્પાઇન યુનિટનું અનુદાન આપવામાં આવ્યું હતું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત જયાબેન મોદી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ન્યુરોલોજી વિભાગ માટે ગુજરાત ગાર્ડિયન કંપનીના દ્વારા એન્ડોસ્પાઇન યુનિટનું અનુદાન આપવામાં આવ્યું હતું.
એન્ડોસ્પાઇન યુનિટ અદ્યતન ટેકનિક દ્વારા મણકાના રોગો અને પીઠ દુખાવાની ખુબજ સુચારૂ અને પીડારહિત સારવાર માટે આશીર્વાદ રૂપ બનશે. જેના કારણે દર્દીઓને વધુ ગુણવત્તા સભર અને અસરકારક સારવાર પ્રાપ્ત કરશે.આ કાર્યકમ માં ગુજરાત ગાર્ડિયનના સાઇટ હેડ ગૌરવ ચંદ્રા, HR હેડ યતીન છાયા ,ફાઈનાન્સ હેડ અમિત ખત્રી, પ્રોક્યુરમેન્ટ મેનેજર જી.પી.સીંગ, મેડિકલ ઓફિસર ડૉ. ઈ.પી.શરનાયા, રવિ જેઠવા તથા હોસ્પિટલ સમિતિ સભ્ય હિતેન આનંદપુરા અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે જયાબહેન મોદી હોસ્પિટલના ન્યૂરોસર્જન ડૉ.જયપાલસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સમગ્ર ભરૂચ અને નર્મદા જીલ્લામાં સર્વપ્રથમ પીઠના દુખાવા સંબધિત સારવાર આપવા માટે આ ઉપકરણો આશીર્વાદરૂપ સાબિત થશે.