અંકલેશ્વર: JCI અને પોલીસ વિભાગ દ્વારા સાયબર ક્રાઇમ અંગે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સાયબર સુરક્ષા વિષય પર જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આજના ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. સાયબર માફીયાઓ લોકો સાથે છેતરપિંડી સહિતના ષડ્યંત્રો કરતા હોય છે

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે આયોજન કરાયુ

  • સાયબર ક્રાઇમ અંગે જન જાગૃતિ સેમિનાર યોજાયો

  • જેસીઆઈ અને પોલીસ વિભાગનું આયોજન

  • મોટી સંખ્યામાં લોકોએ લીધો લાભ

ભરૂચ પોલીસ અને જેસીઆઈ અંકલેશ્વર દ્વારા સાયબર સુરક્ષા વિષય પર જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આજના ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. સાયબર માફીયાઓ લોકો સાથે છેતરપિંડી સહિતના ષડ્યંત્રો કરતા હોય છે ત્યારે લોકોમાં આ અંગે જાગૃતિ આવે તે હેતુસર ભરૂચ પોલીસ અને જેસીઆઈ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એચ.વાળા અને સાઇબર ક્રાઇમ પોલીસના મલકેશ ગોહિલ દ્વારા લોકોને કઈ રીતના સતર્ક રહી શકાય તે અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.આ પ્રસંગે  જેસીઆઈ અંકલેશ્વરના વાઇઝ પ્રેસિડેન્ટ અમીત ગીરીયા, ડિરેક્ટર હરેશ પાટકર અને પ્રમુખ નેહા મોદી ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર: તાલુકા પોલીસે ચોરીના મોબાઈલ વેચવા જતા 2 આરોપીઓની કરી ધરપકડ

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને બાતમી વાળા બંને ઇસમોને પકડી તેઓની તપાસ કરતા બંને ઈસમો પાસેથી ચાર જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા..

New Update
stolen mobile phones
અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી રોડ ઉપર રાજ હોમ્સ સોસાયટી પાસેથી ચોરીના મોબાઈલ ફોન વેચાવ ફરતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મીનટુ ઉર્ફે બાંગા અને ભરત સુરેશ મંડલ જીતાલી રોડ ઉપર આવેલ રાજ હોમ્સ સોસાયટી પાસે ચોરીના મોબાઈલ ફોન વેચાણ માટે આંટા ફેરા કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને બાતમી વાળા બંને ઇસમોને પકડી તેઓની તપાસ કરતા બંને ઈસમો પાસેથી ચાર જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
જેઓને મોબાઈલ ફોન અંગેના પુરાવા માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આવતા પોલીસે મૂળ યુપી અને હાલ જીતાલીની સિલ્વર સોસાયટીમાં રહેતો મીનટુ ઉર્ફે બાંગા અને ભરત સુરેશ મંડલને ઝડપી પાડ્યો હતો.અને ચાર ફોન મળી કુલ 25 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.