New Update
અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
રેલવે સ્ટેશન પર કલોક ટાવરનું નિર્માણ
જેસીઆઈ દ્વારા નિર્માણ કરાયુ
કલોક ટાવરનો લોકાર્પણ સમારોહ યોજાયો
અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે JCI દ્વારા સ્થાપિત કલોક ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર JCI દ્વારા રેલ્વે સ્ટેશન પર ઘડિયાળનું સ્થાપન કરાયું હતું. આજે નવીન ઘડિયાળનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં સ્ટેશન અધિકારીઓ, કર્મચારીઓ, જેસીઆઈના ઝોન પ્રેસિડેન્ટ કિંજલ શાહ, સિનિયર ડીસીએમ નરેન્દ્ર કુમાર, જેસી સંજય માંકડ, DYSP ડો.કુશલ ઓઝા, AIA પ્રમુખ વિમલ જેઠવા, નોટિફાઇડના અમુલખ પટેલ, પ્રેસિડેન્ટ નેહા મોદી, જયેશ નસિત સહિતના આગેવાનો જોડાયા હતા.કલોક ટાવરના નિર્માણથી અંકલેશ્વર રેલવે સ્ટેશનની શોભામાં અભિવૃદ્ધિ થશે.
Latest Stories