અંકલેશ્વર: કાલુપુર બેંકની શાખાના 11માં સ્થાપના દિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાય

ધી કાલુપુર કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ અંકલેશ્વર શાખાના ૧૧માં સ્થાપના દિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમા રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું

New Update

અંકલેશ્વરમાં આવેલી છે કાલુપુર બેંક

કાલુપુર બેંકના 11માં સ્થાપના દિવસની ઉજવણી

સ્થાપના દિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાય

રક્તદાતાઓએ કર્યું રક્તદાન

રેડ ક્રોસ બ્લડ બેંકનો સહયોગ સાંપડ્યો

ધી કાલુપુર કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ અંકલેશ્વર શાખાના ૧૧માં સ્થાપના દિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમા રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
કાલુપુર બેંક દ્વારા બેન્કિંગ પ્રવૃતિઓ સાથે સામાજિક પ્રવૃતિઓના ભાગરૂપે આજે અંકલેશ્વર શાખાના ૧૧માં સ્થાપના દિન નિમિત્તે રેડકોસ બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ કેમ્પમાં  બેન્કના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.કેમ્પમાં ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા,ચેરમેન ડો.દિનેશ અમીન,જનરલ મેનેજર અને સી.ઈ.ઓ વિનોદ દાદલાણી,શાખા મેનેજર કલ્પેશ બદામી અને શાખા વિકાસ સમિતિના હેમંત શાહ,નવીન પટેલ તેમજ રમેશકુમાર પટેલ સહીત બલ્ડ બેન્કનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
#Gujarat #Ankleshwar #Blood Donation Camp #Kalupur Bank
Here are a few more articles:
Read the Next Article