અંકલેશ્વર: NH 48ના મૂલદ ટોલપ્લાઝા પર ભૂમાફિયા બેફામ બન્યા, બેરીયર તોડી નાસી જવાના 20 દિવસમાં 4 બનાવ

નેશનલ હાઇવે નંબર 48 પર મુલદ ટોલપ્લાઝા પર બેરિયર તોડી ટ્રક ચાલકો નાસી જવાના મામલામાં પોલીસે સહદોષ માનવધના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી

New Update
  • ભરૂચ નજીક NH 48નો બનાવ

  • મૂલદ ટોલપ્લાઝા પર ભુમાફિયાઓની માફીયાગીરી

  • બેરીયર તોડી નાસી જવાના 20 દિવસમાં 4 બનાવ

  • અંકલેશ્વર બી ડિવિઝન માનવવધના પ્રયાસનો ગુનો દાખલ

  • ચાર ટ્રકચાલકો સામે ગુનો દાખલ કરાયો

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર મુલદ ટોલપ્લાઝા પર બેરિયર તોડી ટ્રક ચાલકો નાસી જવાના મામલામાં પોલીસે સહદોષ માનવધના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા એક તરફ ભુ માફિયાઓ પર પર તવાઈ બોલાવવામાં આવી રહી છે તો બીજી તરફ ખનીજ માફિયાઓ જાણે બેફામ બન્યા છે. ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર મુલદ ટોલ પ્લાઝા પર બેરિયર તોડી ટ્રક ચાલકો નાસી જવાના 20 દિવસમાં 4 બનાવ સામે આવ્યા હતા. જેના પગલે પોલીસ એકશનમાં આવી હતી.

અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.યુ.ગડરીયાના માર્ગદર્શન હેઠળ ચાર ટ્રકના ચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મુલદ ટોલ પ્લાઝા પર ઠાકરધણી લખેલી ટ્રકના ચાલકોની માફિયાગીરી સામે આવી હતી જેમાં એક મહિલા કર્મચારી  બેફામ ટ્રક ચાલકોને રોકવા આવી હતી જોકે ટ્રકચાલક બેફામ રીતે ટ્રક હંકારી ફરાર થઇ ગયો હતો.

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલામાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સદોષ માનવ વધના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે અને ટ્રક ચાલકોની ધરપકડના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

Latest Stories