New Update
અંકલેશ્વરની જે. એન. પીટીટ લાયબ્રેરીના ઉપક્રમે ગ્રંથપાલ પ્રશિક્ષણ સેમિનાર યોજાયો હતો જેમાં મઘ્ય તેમજ દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાની પુસ્તકાલયના ગ્રંથપાલો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વરની ૧૦૮ વર્ષ જુની જે. એન. પીટીટ લાયબ્રેરી તેમજ રાજ્યના રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના જીમખાના ખાતે ગ્રંથ સંહિતા શીર્ષક અંતર્ગત ગ્રંથપાલ પ્રશિક્ષણ સેમિનાર યોજાયો હતો.જેમાં રાજ્યની નિયામક ગ્રંથપાલ કચેરીના તજજ્ઞો દ્વારા ભરૂચ વડોદરા, આણંદ, સુરત સહીતના જિલ્લાની વિવિધ પુસ્તકાલયોના ૧૦૦ થી વધુ ગ્રંથપાલોને લાયબ્રેરીના વહીવટ અને સંવર્ધન અંગે તાલીમ આપી હતી.
આ તબક્કે મુખ્ય વક્તા ડો. મીનળ દવેને તેમના સાહિત્ય ક્ષેત્રે પ્રદાન બદલ સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યુ હતુ. આ સેમિનારમાં નિયામક, ગ્રંથપાલ વિભાગ, ગાંધીનગર પંકજ ગોસ્વામી,જે.એન.પીટીટ લાયબ્રેરીના દક્ષા શાહ, ચેતન શાહ, ભુપેન્દ્રભાઈ શ્રોફ, ભદ્રેશભાઈ પટેલ, ડો. લતા શ્રોફ, શીરી કાથાવાલા, બાબુભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories