New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
લાયન્સ ક્લબ ઓફ વુમન દ્વારા આયોજન
મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
ડાયાબિટીસ ડેની ઉજવણીના ભાગરૂપે આયોજન
વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણીના ભાગરૂપે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણીના ભાગરૂપે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા પંચદેવ પાર્ક ખાતે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો.આ કેમ્પમાં બ્લડ પ્રેશર, શૂગર, આઈ ચેકઅપ સહિતની વિવિધ તબીબી તપાસો કરવામાં આવી હતી. ખાસ કરી ને આંખોની તપાસ પછી વિના મૂલ્યે ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું હતું.કેમ્પ દરમ્યાન ડાયાબિટીસ જાગૃતતા અને નિવારણ અંગે માર્ગદર્શન આપવા ડૉ. હરેશભાઈ શાહ હાજર રહ્યા હતા. તેમણે ડાયાબિટીસના વધતા જોખમ, સમયસર નિદાનનું મહત્વ અને જીવનશૈલીમાં જરૂરી ફેરફારો અંગે ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા.
આ સેવાકાર્યને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન લાયન રસીલાબેન ગુણવંતભાઈ ગજેરા અને લાયન શીતલ ભાવેશભાઈ સતાસિયા દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.કેમ્પમાં લાયન શિલ્પા પટેલ, સેક્રેટરી, તેમજ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories