અંકલેશ્વર: લાયન્સ ઇન્ટરનેશનલ એકેડમીનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ રાગ ટુ રાગા યોજાયો

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ એરિયા કોમ્યુનિટી ટ્રસ્ટ દ્વારા સંચાલિત લાયન્સ ઇન્ટરનેશનલ એકેડમીના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ રાગ ટુ રાગાનું  આયોજન કરવામાં આવ્યું

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • લાયન્સ ઇન્ટરનેશનલ એકેડમી દ્વારા આયોજન

  • વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયુ

  • વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ લાયન્સ ઇન્ટરનેશનલ એકેડેમીના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.
લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ એરિયા કોમ્યુનિટી ટ્રસ્ટ દ્વારા સંચાલિત લાયન્સ ઇન્ટરનેશનલ એકેડમીના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ રાગ ટુ રાગાનું  આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે  હસમુખભાઈ ડી. દુધટ મેનેજિંગ ડિરેક્ટર – કોહિનૂર ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે ગેસ્ટ ઓફ ઑનર તરીકે ડૉ. મહેશકુમાર જે. પટેલ સ્થાપક અધ્યક્ષ – પ્રજ્ઞા ગ્રુપ તથા  ચંદુ એમ. કોઠિયા મેનેજિંગ ટ્રસ્ટી – કમલમ ફાઉન્ડેશન,લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડ. એરિયા કોમ્યુનિટી ટ્રસ્ટના પદાધિકારીઓમાં લાયન જેસુ ચૌધરી ચેરમેન, લાયન શૈલેશ પટેલ, સચિવ વસુદેવ ગજેરા, શાળાના આચાર્ય સીમા ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.રાગ ટુ રાગમગા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.
Latest Stories