New Update
/connect-gujarat/media/media_files/2024/11/30/aRmDgI6thdIPiS0b9gaD.jpg)
અંકલેશ્વરમાં પરણિત પાડોશી દ્વારા સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.આ મામલે અંકલેશ્વર શહેર પોલીસે
37 વર્ષીય પાડોશી સા.એ પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર શહેરમાં રહેતા 37 વર્ષીય અલ્કેશ સુરતી પોતે પરિણીત હોવા છતાં સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.પાડોશમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા જેના પગલે
સગીરાને ગર્ભ રહી ગયો હતો. જેને લઇ પેટમાં દુખાવો શરુ થતા માતા દ્વારા તેને તેને હોસ્પિટલ લઈ જતા જ તબીબ પરીક્ષણમાં સગીરા ને 2 માસનો ગર્ભ હોવાનું સામે આવતા માતા અને પરિવાર પણ ચોંકી ઉઠ્યા હતા.અંતે સગીરા દ્વારા આ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવાતા પોલીસે નરાધમ આરોપી સમયે પોક્સો એકટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે