New Update
અંકલેશ્વર ONGC ખાતે આયોજન
સી.આઈ.એસ.એફ.ના પ્રયાસથી આયોજન કરાયું
મિલેટ્સ મેળાનું કરાયુ આયોજન
લોકોને જાડા ધાન્ય તરફ લાવવા પ્રયાસ
વિવિધ શાળાના બાળકો જોડાયા
અંકલેશ્વર ઓએનજીએસસી અને સીઆઈએસએફ દ્વારા મિલેટ્સ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકો જાડા ધાન્ય તરફ વળે તે માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મીલેટસ્ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું.સ્વાદની લ્હાયમાં મનુષ્યએ પોતાનું સ્વાસ્થ્ય ગુમાવ્યું છે તેમ કહેવું ખોટું નહીં ગણાય. વધતી જતી બિમારીઓ પણ તેની સાબિતી આપે છે.
આ સ્થિતિમાં લોકો ફરી બાજરી, જુવાર, સાંબો જેવા તૃણધાન્ય એટલે કે મિલેટ્સ તરફ વળે અને ખેડૂતો પણ જાડા તૃણધાન્ય પાકોનું વાવેતર વધારે તેવા આશય સાથે અંકલેશ્વર ઓ.એન.જી.સી. અને સી.આઈ.એસ.એફ. દ્વારા મિલેટ્સ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઓ.એન.જી.સી.ના એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે,અંજલિ ગોખલે સીઆઈએસએફના કમાન્ડન્ટ કૃતિકા નેગી, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તેજવીર સિંગ સહિતના આમંત્રિતો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મિલેટસ મેળામાં કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમજ આરએમપીએસ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને મિલેટસ અંગેની જાણકારી મેળવી હતી.આજનું યુવાધન જયારે જંકફુડ તરફ જઈ રહ્યું છે ત્યારે આપણી પ્રાચીન પરંપરાસમા મિલેટ્સનો ઉપયોગ દૈનિક આહારમાં કરવામાં આવે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.