New Update
-
અંકલેશ્વર નગર સેવા સદનની કાર્યવાહી
-
શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકીંગ કરાયુ
-
પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરતા દુકાનદારો પર તવાઈ
-
દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી
-
દબાણકર્તાઓ સામે પણ કાર્યવાહી
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની બેગોનો ઉપયોગ કરતા દુકાનદારોની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના આદેશ મુજબ 20મી જાન્યુઆરી થી 25મી જાન્યુઆરી સુધી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનો ઉપયોગ કર્તાઓ સામે કાર્યવાહી કરવાની સૂચના મુજબ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાની અધ્યક્ષતા હેઠળ સેનીટેશન વિભાગની બે ટીમ બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનું ચેકીંગ હાથ ધર્યું હતું.
જેમાં કેટલાક દુકાનદારો અને છૂટક વિક્રેતા પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો જથ્થો જપ્ત કર્યો હતો.જેમાં 18 જેટલા ઈસમો પાસેથી 22 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલીનો જથ્થો જપ્ત કરી રૂપિયા 6 હજારના દંડની વસુલાત કરી હતી. સાથે દબાણ કરતા 11 ઈસમો પાસે રૂપિયા 1400નો દંડ સ્થળ પર વસુલ કરવામાં આવ્યો હતો. ગંદકી કરતા ૫ દુકાનદારો અને જાહેરમાં થુક્તા ૩ ઈસમો પાસે રેડ સ્પોટ અંગેના દંડની વસુલાત કરવામાં આવી હતી.
Latest Stories