New Update
/connect-gujarat/media/media_files/2025/12/27/ankleshwar-nagarpalika-2025-12-27-19-37-24.jpg)
સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે અંકલેશ્વર શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે તથા રોડ માર્જિન વિસ્તારમાં આવેલા ધાર્મિક બાંધકામોને દૂર કરવા રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે જેના અમલીકરણની કાર્યવાહી અંતર્ગત અંકલેશ્વરમાં ચાર ધાર્મિક સ્થળોને નગર સેવા સદન દ્વારા નોટિસ આપવામાં આવી છે. ગત 7 જુલાઈ 2025ના રોજ તંત્રના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/12/27/ankleshwar-nagarpalika-2025-12-27-19-37-04.jpg)
આ કાર્યવાહી અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં રોડ માર્જિનમાં આવતા બે મંદિર, એક મસ્જિદ અને એક દરગાહને પ્રથમ તબક્કે નોટિસ આપવામાં આવી હતી અને 10 દિવસમાં સ્વૈચ્છિક રીતે દૂર કરવા તાકીદ કરવામાં આવી હતી. જોકે, ચાર મહિના જેટલો સમય પસાર થવા છતાં આ દબાણો દૂર ન થતા હવે નગરપાલિકાએ પુનઃ નોટિસ પાઠવી છે.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/12/27/ankleshwar-nagarpalika-2025-12-27-19-37-17.jpg)
જેમાં ચૌટા નાકા વિસ્તારમાં આવેલ એકનાથલીંગ મહાદેવ મંદિર, જ્યોતિ ટોકીઝ વિસ્તારમાં આવેલી બે દરગાહ અને એક મંદિરને દિન 7માં સ્વૈરિછક રીતે હટાવી લેવા જણાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં જો ધાર્મિક દબાણો સ્વૈચ્છિક રીતે દૂર નહીં થાય તો મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Latest Stories